થરાદ માં નગરપાલિકા દ્વારા આગને કાબુમાં લેવાની મોકડ્રીલ યોજાઈ

થરાદ,

તાજેતરમાં અમદાવાદ ઉપરાંત સુરત અને રાજ્યમા વિનાશક આગ ની ઘટનાઓ બની હતી. થરાદ નગર માં આ પ્રકારની ઘટના બને ત્યારે બહાર ની મદદ આવે તેના પહેલા તેને ફેલાવતી અટકાવવા શું કરવું જોઈએ તે અંગે ની એક મોકડ્રીલ અને તાલીમ નું નગરપાલિકા દ્વારા પોલીસ મથકમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગર ના તબીબો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
થરાદ નગરપાલિકા દ્વારા બુધવારે સાંજે પોલીસ મથકમાં શહેરની તમામ હોસ્પિટલ , ડીસ્પેન્સરી અને મેડિકલ ફેસેલીટી ધરાવતા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના તબીબો અને તમામ સ્ટાફ માટે આગ ને કાબુમાં લેવા માટે ની એક મોકડ્રીલ અને તાલીમ યોજાઈ હતી.

આ અંગે વધુ માહિતી આપતાં નગરપાલિકા ના ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે તાજેતરની અમદાવાદ જેવી આગ ની આકસ્મિક ઘટના બને તો બહારની મદદ આવે તે પહેલાં આગ ફેલાઈ ના જાય અને જાનમાલને નુકસાન ન થાય તે માટે પ્રાથમિક ધોરણે શું કરવું અને ક્યા પ્રકારના સાધનો રાખવા અને આ સાધનો કઇ રીતે ઉપયોગ માં લેવા તથા આગ નું આયુષ્ય પૂરું થઇ જાય તો તેને રિફીલ કરવા તથા ક્યાં પ્રકારની આગ માં ક્યા પ્રકારના સાધનો નો ઉપયોગ કરવો તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આશય સાથે મોકડ્રીલ અને તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ નગર ના મોટાભાગના ડોક્ટરો અને પીઆઇ જે.બી.ચૌધરી સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા ફાયર વિભાગ ના નિષ્ણાત સ્ટાફ દ્વારા ધટના નું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર :  અતુલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment