ડાંગ જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા “સ્વસ્થ નારી સશક્ત ભારત” અભિયાન અંતર્ગત વઘઇમાં મેગા કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લા આહવાની સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા તેમજ જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાના દ્વારા પોષણ માહ-૨૦૨૫ અભિયાનના “સ્વસ્થ નારી સશક્ત ભારત” અંતર્ગત કુપોષણ નિવારણ માટે પોષણ અભિયાનને જન આંદોલન બનાવવા માટે વઘઇ ખાતે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ મેગા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કેમ્પમાં વઘઇના સરપંચ શ્રીમતી સિંધુબેન મોહનભાઇ ભોયે, ઉપસરપંચ રમેશભાઈ ભોયે, વેપારી એસોસિએશન પ્રમુખ સુભાષભાઈ બોરશે, વેપારી એસોસિએશન ઉપપ્રમુખ રોહિતભાઇ સુરતી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. 

વઘઇ ખાતે યોજાયેલ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં કુલ ૧૭૫૯ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં લાભાર્થી – ૩૭૮, પ્રકૃતિ પરીક્ષણમાં લાભાર્થી – ૩૮, સુવર્ણપ્રાશન લાભાર્થી – ૪૩, સ્વાસ્થય રક્ષા અમૃતપે ઉકાળા લાભાર્થી – ૩૪૫, સશમનીવટી વિતરણ ટેબલેટ લાભાર્થી – ૧૩૭, ડાયાબિટીસ લાભાર્થી – ૪૩, બાળરોગ લાભાર્થી – ૪૫, સ્ત્રી રોગ લાભાર્થી – ૬૭, આયુર્વેદ અને યોગ પ્રદર્શન લાભાર્થી – ૬૬૩ જેટલાં લાભાર્થીઓએ દવાઓનો લાભ લીધો હતો. 

આયુષ નિદાન સારવાર કેમ્પમાં જિલ્લા આયુર્વેદ અધિકારી દિગ્વેશભાઈ ભોયે, સહિત સર્વે વૈધ હેતલ જી.ગામીત, જિજ્ઞાસા એમ. કાંહાડોળિયા, ત્રિગુણા એ. વાડુ, હેતલ એ. ચૌધરી, અને તમામ જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાનાના સ્ટાફ/કર્મચારી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા સ્ટાફ/કર્મચારીઓ મેગા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ સહયોગી બન્યા હતાં. 

Related posts

Leave a Comment