હિન્દ ન્યૂઝ, જૂનાગઢ
જૂનાગઢમાં આગામી તા.21 માર્ચ, 2021 ને રવિવારના દિવસે સાયકલિંગ એસો.જી.જૂનાગઢ દ્વારા અન્ડર 17, અન્ડર 14, અન્ડર 11 ભાઈઓ-બહેનોની સાયકલિંગ સ્પર્ધા રોલર સ્કેટિંગ એસો. દ્વારા અન્ડર 14, અન્ડર 11, અન્ડર 08 ભાઈઓ-બહેનોની સ્કેટિંગ સ્પર્ધા એથ્લેટીક્સ મંડળ દ્વારા અન્ડર 17, અન્ડર 14, અન્ડર 11 ભાઈઓ-બહેનોની દોડ સ્પર્ધા યોજાશે.
ઉપર મુજબની સ્પર્ધામાં ભાગ લેવા માટે તમે નીચે આપેલી વિગતોનો સંપર્ક કરી શકો છો.
સરનામું : ગુજરાત સ્પોર્ટ્સ એકેડેમી, એરટેલ ઓફીસ બાજુમાં, તળાવ દરવાજા પાસે, જૂનાગઢ.
સંપર્ક : 8733050111
ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ : 11 માર્ચ, 2021
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને ભાઈઓ બહેનોને સંસ્થા તરફથી પ્રમાણપત્ર, ટીશર્ટ અને મેડલ આપવામાં આવશે. વિજેતા થનારને સ્પર્ધાની આગળની કક્ષા માટે પસંદ કરવામાં આવશે. તો આ સાયકલિંગ સ્પર્ધામાં હમણાં જ ભાગ લો.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર