જૂનાગઢના કુલદીપ પંડ્યા અને સોમ સાંગાણીએ સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપમાં જૂનાગઢની નામના વધારી

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

         અમદાવાદ ખાતે રાઇફલ સ્પર્ધા થોડા સમય પહેલા આયોજિત થયેલ, અમદાવાદ ખાનપુર રાઇફલ ક્લબ મુકામે ગત તા.25 ફેબ્રુઆરી થી 9 માર્ચ, 2021 સુધી યોજાયેલ 56 સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપમાં જૂનાગઢના 6 જેટલાં બાળકોએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જે પૈકી કુલદીપ પંડ્યાએ 371 પોઇન્ટ હાંસલ કરીને સમગ્ર ગુજરાતમાં ચોથું સ્થાન મેળવ્યું છે. જ્યારે સોમ સાંગાણીએ 348 પોઇન્ટ મેળવીને વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. તેઓએ કોચ હિરેન ખૂંટી પાસેથી તાલીમ મેળવી છે. જૂનાગઢ ખાતે બાળકોને આવી જુદી જુદી ઇવેન્ટની તાલીમ આપવામાં આવે છે. આ બાળકો ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી, ગુજરાત રાજ્યનું, જૂનાગઢ શહેરનું તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના અને આ ઉત્તમ ખેલાડીઓ ને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment