દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય મળશે

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે ‘’દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના અમલમાં મૂકવામાં આવી છે.    જે અંતર્ગત ખેડૂતો ઓછામાં ઓછા ૪૦ ગુઠા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાય ના…

Read More

દિવાળીના તહેવાર દરમ્યાન પેટલાદ તથા સોજીત્રા તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ     પેટલાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ પેટલાદ અને સોજીત્રા તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પેટલાદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને અરજી કરવાની રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણના લાયસન્સ મેળવવા માટે નિયત નમૂનાની અરજી પર રૂપિયા ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂપિયા ૩૦૦/- જમા…

Read More

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મહિમા અને તેની અગત્યતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉમદા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.    આણંદ જિલ્લામાં યોજાયેલ આ અભિયાન અંતર્ગત દરેક તાલુકાના દરેક ગામની ગ્રામ પંચાયત ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.     આ પહેલનો હેતુ માત્ર એક પોસ્ટર લગાવવાનો નથી, પરંતુ સમગ્ર સમાજમાં એક વિચાર પ્રવાહ પ્રસરાવવાનો છે કે, આપણું ભવિષ્ય કુદરતી પદ્ધતિઓ પર આધારિત ખેતીમાં જ સુરક્ષિત છે.     પ્રાકૃતિક ખેતી…

Read More

તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે

Lહિન્દ ન્યુઝ, આણંદ    સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ ૮ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરિયમ હોલ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની ભાઈ કાકા લાઇબ્રેરી ખાતે,ખંભાતમાં એસ.જી. વાઘેલા હાઇસ્કુલ ખાતે, પેટલાદમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે, તારાપુરમાં એસ.જે. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે, બોરસદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે, આંકલાવના…

Read More

મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા મિશન શક્તિ હેઠળ જાતીય સમાનતા પર વિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     ભારત સરકારની “મિશન શક્તિ” યોજના હેઠળ, મહિલા અને બાળ અધિકારી કચેરી, જામનગર દ્વારા “સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન”ના નેજા હેઠળ એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓને શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો વિશે માહિતગાર કરવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ડૉ. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ પાર્વતી દેવી શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને જાતીય સમાનતા વિશે જાગૃત…

Read More

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે તથા તારીખ:૦૯/૦૯/૨૦૨૫ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ https://gserc.in/ પર જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી…

Read More

રાજ્યમાં મંડળ કે સંસ્થા દ્વારા કેન્દ્ર સરકારની મંજૂરી વિના ‘પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દનો ઉપયોગ કરી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  કેન્દ્ર સરકારની મંજૂરી વિના રાજ્યના મંડળો કે સંસ્થાઓ દ્વારા ‘પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જે સંસ્થા કે વ્યક્તિ અધિકૃત મંજૂરી વગર આ શબ્દોનો ઉપયોગ કરશે તો તેને તાત્કાલિક અસરથી બંધ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત સત્તાધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કોઈ સ્થાનિક, સરકારી મંડળ કે સંસ્થાના શિર્ષકમાં પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દથી નોંધણી કરવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી અને જો…

Read More

ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાજકિય તેમજ સામાજિક સંગઠનો તેમજ સંસ્થાઓ દ્વારા દેશ-રાજ્યમાં બનતા બહુચર્ચિત બનાવોનો વિરોધ કરવા તેમજ સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરતાં હોય છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેથી ઘોંઘાટ થાય તેમજ સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આ કારણોસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો જોગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં તા. ૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. જિલ્લામાં  પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મશરૂમના વ્યવસાય અંગે બે દિવસીય તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કોડિનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે દિવસીય મશરૂમ ઉછેર, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ સ્ટ્રેટેજી વિષયક તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં પણાંદર, સાંઢણીધાર, પાલડી, મોરડીયા, ગોહિલની ખાણ, ધ્રામણવા, ગાભા, સિંધાજ, નવાગામ, ઈચવડ, કોડીનાર, માલશ્રમ, બાંટવા અને પ્રશ્નાવડા તેમજ કોડીનાર, સુત્રાપાડા, ઉના, તાલાલા તથા જૂનાગઢના ૩૧ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  વાપીના મશરૂમ વિષયક તજજ્ઞ અને ૩૦ વર્ષનો મશરૂમ ઉછેર તથા માર્કેટિંગનો અનુભવ ધરાવતાં ડો. ચેતન મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ખાસ કરીને મશરૂમની ખેતી એટલે કે પ્રેક્ટિકલ જ્ઞાન તથા માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર…

Read More