મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા મિશન શક્તિ હેઠળ જાતીય સમાનતા પર વિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    ભારત સરકારની “મિશન શક્તિ” યોજના હેઠળ, મહિલા અને બાળ અધિકારી કચેરી, જામનગર દ્વારા “સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન”ના નેજા હેઠળ એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓને શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો વિશે માહિતગાર કરવાનો છે.

આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ડૉ. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ પાર્વતી દેવી શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને જાતીય સમાનતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, DHEWના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, બંસીબેન ખોડિયાર દ્વારા સમાન કન્યા કેળવણી, શિક્ષણને પ્રોત્સાહન, લિંગ આધારિત ભેદભાવ અને જાતીય અસમાનતા જેવા વિષયો પર વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમણે કિશોરીઓને આ મુદ્દાઓ વિશે જાગૃત કર્યા અને તેમને પોતાના અધિકારો વિશે માહિતગાર કર્યા હતા.

આ ઉપરાંત, શિક્ષકો સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. તેમને વિકાસલક્ષી કાર્યક્રમોમાં જાતિગત સંવેદનશીલતા દાખલ કરવા અને જાતિગત ભેદભાવ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ, તમામ શિક્ષકો, વિદ્યાર્થીનીઓ, DHEW, OSC, VMK, અને PBSCના સ્ટાફ સભ્યોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

                                                    

Related posts

Leave a Comment