નેત્રંગના નાનાજાબુંડા ગામે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત

હિન્દ ન્યૂઝ, નેત્રંગ

તા.૧૮-૯-૨૦૨૦,  પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ મેઘરાજાનું ફરીવાર ધમાકેદાર આગમન થવાથી ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મરણપથારીએ પડેલા સોયાબીનના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવાા પામ્યો હતો. મૌસમનો કુલ ૬૫.૮૩ ઇંચથી વધુ વરસાદ થવાથી નદી-નાળા,તળાવ,ચેકડેમ સહિત બલદવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં સરેરાશ વરસાદ પડ્યો હતો. જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકામાં મેઘરાજાનું વીજળીના કડાકા-ભડાકા સાથે આગમન થવાથી નાનાજાંબુડા ગામેે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત નિપજ્યું છે. જેમાં નાનાજાબુંડા ગામના સુકલીબેન મગનભાઈ વસાવા (ઉ.૫૦)ના ખેતરમાં મહુદાના ઝાડ સાથે બે બળદ બાંધ્યા હતા. બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા મહુદાના ઝાડ સાથે બાંધેલા બળદને છોડવા જતાં વીજળી પડતા મહિલા સહિત બે બળદનું મોત નિપજતા પરીવારના સભ્યોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો,આ બાબતે જવાબદાર લોકોને લેખિત જાણ કરાતા કાયદેસરની કાયૅવાહી હાથધરી હતી.

રિપોર્ટર : સતીષભાઇ દેશમુખ, નેત્રંગ

Related posts

Leave a Comment