હિન્દ ન્યૂઝ, મહુવા
ભારત ની સાથે સમગ્ર દુનિયા માં જ્યારે કોરોના મહામારી એ કારો ના કહેર વર્તાયો છે ત્યારે મોટા શહેરો તો કોરોના ગ્રસ્ત જોવા મળેલ છે, પણ તેની સાથે સાથે નાના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં પણ પણ કોરોના ના કેસ ના આંકડા વધુ ને વધુ જોવા મળેલ છે. આ ચિંતા ને લઇ સરકાર અને સેવાકીય સંસ્થા પણ કોરોના ની સામે લડત આપવા અલગ અલગ પગલાં ભરી રહી છે. આજ વિચાર સાથે મહુવા માં સેવા કરતી સંસ્થા સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ દ્વારા સ્ટીમ મશીન(નાસ મશીન) ની સેવા નહિ નફો નહીં નુકશાન સાથે ના શુભ વિચાર સાથે દીપપ્રગટ્ય સાથે શરૂ કરવામાં આવેલ છે અને મહુવા ના નગરજનો આ સેવા નો ભરપૂર લાભ લઇ રહ્યા છે.
અને કોરોના ને લડત આપી રહ્યા છે. આ સેવા ને લઈ સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે. આ સેવા ને સફળ બનાવવા રાજકુમાર પરમાર, કેતન ધોળકિયા,અનિલ ભટ્ટ,ભાવેશ મુંજયાસરા,મનોજ શિયાળ,દિપક ધોળકિયા,રૂપેશ ધોળકિયા,શ્યામ દૂધરેજિયા , શિવમ ગોસ્વામી, નરેશ વિસાની ઉપસ્થિત રહી સેવા ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.
રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા