સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે તથા તારીખ:૦૯/૦૯/૨૦૨૫ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ https://gserc.in/ પર જાહેર કરવામાં આવેલ છે.

ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment