દિવાળીના તહેવાર દરમ્યાન પેટલાદ તથા સોજીત્રા તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    પેટલાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ પેટલાદ અને સોજીત્રા તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પેટલાદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને અરજી કરવાની રહેશે.

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણના લાયસન્સ મેળવવા માટે નિયત નમૂનાની અરજી પર રૂપિયા ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂપિયા ૩૦૦/- જમા કર્યા અંગેનું અસલ ચલણ તથા “૦૦૭૦- OAS” સદરે રૂપિયા ૬૦૦/- એમ કુલ રૂપિયા ૯૦૦/- ચલણ દ્વારા જમા કરાવી રાખવાનું રહેશે. વધુ જાણકારી માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી પેટલાદનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત હંગામી ફટાકડા લાઇસન્સ ધારકે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની પિટિશનમાં થયેલ તા. ૨૩-૧૦-૨૦૧૮ ના આદેશમાં ફટાકડાના સંબંધમાં આપવામાં આવેલ તમામ માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, તેમ પણ વધુમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પેટલાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment