ધ્રાંગધ્રાના રાજવી પરિવારના ફાર્મમાં થઈ રહી છે પ્રાકૃતિક રીતે આધુનિક અને નફાકારક ડ્રેગન ફ્રૂટની ખેતી

ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સફળતાની ગાથા! હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ૬૧ વીઘા જમીનમાં ફેલાયેલું તેમનું ‘એક્ઝોટિકા ફાર્મ’ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. 🌱 મુખ્ય વિશેષતાઓ:  * સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી પદ્ધતિ.  * ૯૫,૬૦૦ થી વધુ ડ્રેગન ફ્રૂટના C વેરાયટીના પ્લાન્ટ.  * ડ્રિપ ઇરિગેશન સિસ્ટમથી પાણીની બચત અને ખર્ચમાં ઘટાડો.  * લાંબા ગાળાની આવક: એકવાર વાવેતર કર્યા પછી ૨૦-૨૫ વર્ષ સુધી ઉત્પાદન! ગત વર્ષે રૂ.૯૦ લાખથી વધુનું ઉત્પાદન વેચીને ખેડૂતોને લાખોની આવક કમાવવાનો માર્ગ બતાવ્યો. આ ફાર્મ માત્ર વ્યાપારી લાભ જ નહીં, પણ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડે છે.

Read More

શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વિસાવદર નગરપાલિકાના કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે વિસાવદર નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વિસાવદર નગરપાલિકાના કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. વિસાવદર નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.  વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governanceમાં અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ…

Read More

વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ      રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા વાપીના અંબામાતા મંદિર પરિસરમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનાં યોગ કોઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવે જણાવ્યું કે, ૩૦ દિવસીય આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ અને યોગ્ય આહાર દ્વારા…

Read More

ભાવનગર જિલ્લા ખાતે ‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીની તૈયારીઓ અંગે બેઠક

‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ  હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીની તૈયારીઓ અંગે બેઠક યોજાઈ ભાવનગર જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિવિધ થીમ સાથે ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી કરાશે

Read More

કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે “ ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા ” વિષય પર યોજાઇ એક દિવસીય તાલીમ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત યોજના ‘સ્ટ્રેંધનિંગ ઓફ એગ્રી-પોલીક્લિનીક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ અને કૃષિ ઈજનેરી પોલિટેક્નીક કોલેજ, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે ઈજનેરી દિવસ નિમિત્તે “ ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા ” વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી ૪૫ જેટલા ખેડૂતો તથા કૃષિ ઈજનેરી પોલિટેક્નીક કોલેજ, આકૃયુ, દાહોદના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે ડૉ. એફ. જી. સૈયદ, યુનિટ વડા અને…

Read More

જામનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના મેગા જોબફેરમાં ૯૧૧ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     તા.૧૨/૦૯/૨૦૨૫ ના રોજ વિશ્વકર્મા બાગ જામનગર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર તથા ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા વિવિધ ક્ષેત્રોના રાજકિય, ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ મેગા જોબ ફેરમાં ૧૨૩૦ થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૪૨ જેટલી ખાનગી કંપનીના નોકરીદાતા દ્વારા ૧૦૩૫ જેટલી વેકેન્સી નોંધાવવામાં આવી હતી.ઈન્ટરવ્યુ બાદ નોકરીદાતા દ્વારા ૧૨૩૦ ઉમેદવારો પૈકી ૯૧૧ જેટલા ઉમેદવારોની સ્થળ પર પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી.

Read More

ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ મેળવવા અંજાર મામલતદારની કચેરીએ ૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ       આગામી દિવાળીના પર્વ દરમિયાન અંજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જે નાગરિકો હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ મામલતદાર કચેરી અંજારમાંથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમૂનાનું સોગંદનામું, સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની અરજી કરવાની રહેશે. આ અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૦૧/૧૦/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર અંજાર બી.વી.ચાવડા દ્વારા જણાવાયું છે. 

Read More

પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત બનાવવાની રીત, ઉપયોગની પદ્ધતિ અને ફાયદા

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે જીવામૃત બનાવવાની પદ્ધતિ, તેના છંટકાવ તથા ફાયદા અંગે ક્લસ્ટર બેઝ તાલીમના માધ્યમથી માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખી દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષ નિદર્શનના માધ્યમથી પણ તેની સમજ આપવામાં આવે છે.  જીવામૃત શું છે? પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત એક સજીવ દ્રાવણ છે જે અત્યંત અસરકારક હોય છે. આ દ્રાવણ ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ, ઘટાદાર વૃક્ષ નીચેની માટી તથા પાણી જેવા કુદરતી ઘટકોથી તૈયાર કરવામાં આવવું સજીવ ટોનિક છે. તેમાં રહેલા સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા…

Read More

મેદસ્વિતા ઘટાડવામાં યોગાસન અને પ્રાણાયામ અસરકારક

સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, ભુજ    મેદસ્વિતા હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ તથા કમર દર્દ કેન્સર વગેરે ગંભીર બીમારીઓને નોતરે છે, ત્યારે મેદસ્વિતાથી બચવામાં યોગાસનની સાથે પ્રાણાયામ ખૂબ અસરકારક છે.  યોગાસનની સાથે પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો મેદસ્વિતાથી મુક્તિ મળવાની સાથે ઘણા ગંભીર રોગોથી પણ બચી શકાશે. ગુજરાત સરકારે પણ લોકો સ્થૂળતા મુક્ત બની સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે માટે “સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યું છે. જેથી લોકો મેદસ્વિતા ઘટાડવા માટે વધુ સજાગ બને. મેદસ્વિતા ઘટાડવામાં પાંચ યોગાસનમાં પ્રથમ સૂર્ય નમસ્કાર ચરબી ઓગાળવામાં…

Read More

કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ઉજવાશે

પોષણ માસ ૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભુજ     આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ઉજવાશે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.     કચ્છમાં આયુષ્માન આરોગ્ય મંદિરો (AAMs), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરો (UPHC/UAAM), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHCs), જિલ્લા…

Read More