હિન્દ ન્યુઝ, જામનગર
તા.૧૨/૦૯/૨૦૨૫ ના રોજ વિશ્વકર્મા બાગ જામનગર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર તથા ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા વિવિધ ક્ષેત્રોના રાજકિય, ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ મેગા જોબ ફેરમાં ૧૨૩૦ થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૪૨ જેટલી ખાનગી કંપનીના નોકરીદાતા દ્વારા ૧૦૩૫ જેટલી વેકેન્સી નોંધાવવામાં આવી હતી.ઈન્ટરવ્યુ બાદ નોકરીદાતા દ્વારા ૧૨૩૦ ઉમેદવારો પૈકી ૯૧૧ જેટલા ઉમેદવારોની સ્થળ પર પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી.
