ભારે વરસાદના કારણે મહી નદીમાં છોડવામાં આવેલ પાણીને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને વહિવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા – કલેકટર પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ     ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને સાવચેત કરવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓને ખાસ સુચના આપી છે. મહી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને ધ્યાને લઈ કાંઠા વિસ્તારના જે ગામો ખાતે પાણીનો પ્રવાહ વધવાથી લોકોને સાવધ કરવા જરૂરી હતા તેવા ૨૬ ગામો ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં સાયરન વગાડીને ગ્રામજનોને ભેગા કરીને તેમને નદી કાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી…

Read More

પ્રાથમિક શાળા હાડગૂડના બે શિક્ષકો શિક્ષક દિન એ એક સાથે સન્માનિત થયા

હિન્દ ન્યુઝ, આણંદ      શિક્ષક દિન નિમિત્તે બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષક શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવે છે. બાકરોલ ખાતે આજે યોજાયેલ શિક્ષકદિનના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી અને મહાનુભાવોના હસ્તે તેઓનું બુકે, શાલ, પ્રમાણપત્ર અને રૂપિયા 5,000 ના ચેક આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ શિક્ષક તરીકે ધોરણ ૩ થી ૫ માં અને છેલ્લા એક વર્ષથી ધોરણ ૧નાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને પાયો મજબુત બનાવી રહ્યા છે. શૈક્ષણિક…

Read More

જયશ્રીબેન પંચાલે અંગ્રેજી શિક્ષણ વધુ અસરકારક બને તે માટે ‘અંગ્રેજી ડીક્ષનેરી’ તાથ સંસ્કૃત વિષયના માર્ગદર્શન માટે “સંસ્કૃત સુધા” પુસ્તક પ્રકાશન કાર્ય કર્યું

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જયશ્રીબેન પંચાલ હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક જયશ્રીબેન મોહનલાલ પંચાલ છેલ્લા ૩૭ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બનાવે છે. વર્ષ ૨૦૨૫માં આણંદ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે તેમની ૩૭ વર્ષની સુદીર્ઘ શૈક્ષણિક કામગીરીને તેમની શૈક્ષણિક યાત્રાને બિરદાવતા તેમને નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી સહીતના મહાનુભાવોન હસ્તે બુકે, શાલ, પ્રમાણપત્ર તથા રૂપિયા ૧૫,૦૦૦નો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.  જયશ્રીબેન પંચાલ એક એવું વ્યક્તિત્વ જે સતત કાર્યશીલ રહીને શિક્ષણના કાર્યક્ષેત્રેને નિષ્ઠાથી પ્રમાણિકતાથી શોભાવે છે. શાળામાં…

Read More

સમાજ જીવનને યોગ્ય દિશામાં લઈ જવાની વિશેષ જવાબદારી શિક્ષકની છે : નાયબ મુખ્ય દંડક

પાંચમી સપ્ટેમ્બર : શિક્ષક દિન હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના બાકરોલ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકોને, શાળાઓને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની પરંપરા અને સમાજના ઘડતરમાં શિક્ષકના અમૂલ્ય યોગદાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, શિક્ષકો સમાજ નિર્માણનું અને આવનારા…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગરની જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ” યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર  .   રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વર્ષ- 2025” યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકો જેમાં ધ્રોલ તાલુકાની શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ તથા જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર ધમસાણિયાને જિલ્લા કક્ષાનો પુરસ્કાર તથા 15 જેટલા…

Read More

ઓટો રિક્ષા મુસાફરોની સલામતી માટે વિરમગામ પોલીસની નવીન પહેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ ‘અભય યાત્રી’ પ્રોજેક્ટનો પ્રારંભ – જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ‘અભય યાત્રી’ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો – મુસાફરો QR કોડ સ્કેન કરીને તાત્કાલિક ઓટો રિક્ષા અને ડ્રાઈવરની વિગતો મેળવી શકશે

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પૂર્વાર્ધ રૂપે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ અને હેડ ઓફ ધ મિશન સાથે સંવાદ-બેઠક સંપન્ન

ગુજરાત ભૂમિ, દિલ્હી – વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં સહભાગી થવા-મૂડીરોકાણ કરવા ઉદ્યોગકારો અને રોકાણકારોને આમંત્રણ – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ના ઉપલક્ષમાં નવી દિલ્હી ખાતે ઇન્ટરેક્શન મિટ યોજાઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા-ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક વિકાસ સંભાવના સાથે સાંસ્કૃતિક વિરાસતને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરશે – 45 દેશોના રાજદૂતો-ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ સહભાગી થયા – વડાપ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની…

Read More

“વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિગ્રી વિતરણની સાથે રોજગાર ભરતીમેળો યોજાયો”

હિન્દ ન્યુઝ, સુરત     વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત સરકારની રોજગાર કચેરી, સુરત અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરતના સયુંક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ૨૦૨૫માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભારતીમેળામાં ૨૧૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી તેમજ પસંદગીમાં વાર્ષિક ૬ લાખ સુધીના પેકેજની પણ ઓફર કરવામાં આવી હતી.

Read More

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીએ ભાવાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, અમદાવાદ       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીએ ભાવાંજલિ સ્વરૂપે ઉજવાતા આજના ‘શિક્ષક દિન’ નિમિત્તે શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યના 30 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન બદલ ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાના 5 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર દ્વારા તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. નવી દિલ્હી ખાતે આયોજિત સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલ આ ડેલીગેશનના સભ્યોએ ધોલેરા SIRમાં કાર્યરત સેમિકોન ઉદ્યોગોની સ્થળ મુલાકાત લીધી હતી તેમજ રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ઝડપથી વધી રહેલા વ્યાપથી પ્રભાવિત થયા હતા. તેમણે રાજ્ય સરકાર દ્વારા જાપાનીઝ ઉદ્યોગોને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે…

Read More