મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પૂર્વાર્ધ રૂપે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ અને હેડ ઓફ ધ મિશન સાથે સંવાદ-બેઠક સંપન્ન

ગુજરાત ભૂમિ, દિલ્હી

– વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં સહભાગી થવા-મૂડીરોકાણ કરવા ઉદ્યોગકારો અને રોકાણકારોને આમંત્રણ

– મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ના ઉપલક્ષમાં નવી દિલ્હી ખાતે ઇન્ટરેક્શન મિટ યોજાઈ

: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :

– વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા-ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક વિકાસ સંભાવના સાથે સાંસ્કૃતિક વિરાસતને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરશે

– 45 દેશોના રાજદૂતો-ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ સહભાગી થયા

– વડાપ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ગુજરાત વેપારી રાજ્યની ઈમેજથી આગળ વધીને હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર છે.

– ગુજરાત 69 બિલિયન યુએસ ડોલરના FDI અને નિકાસમાં 27%ના યોગદાન સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે.

Related posts

Leave a Comment