મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી.

નવી દિલ્હી ખાતે આયોજિત સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલ આ ડેલીગેશનના સભ્યોએ ધોલેરા SIRમાં કાર્યરત સેમિકોન ઉદ્યોગોની સ્થળ મુલાકાત લીધી હતી તેમજ રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ઝડપથી વધી રહેલા વ્યાપથી પ્રભાવિત થયા હતા. તેમણે રાજ્ય સરકાર દ્વારા જાપાનીઝ ઉદ્યોગોને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે તેમ બેઠકની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધરાવતું રાજ્ય હોવાના ગૌરવ સાથે સેમિકન્ડક્ટર હબ બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની સાથોસાથ રાજ્યમાં સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ વધુ સંગીન બનાવવા માટે જાપાનના ઇવાટે પ્રીફેક્ચર સાથે ટેકનિકલ સપોર્ટ, સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રેક્ટીકલ નોલેજ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના પરસ્પર સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.

Related posts

Leave a Comment