હિન્દ ન્યુઝ, રાજકોટ
અંગદાન અને ચક્ષુદાન માત્ર દાન નથી… આ છે માનવતાની સર્વોચ્ચ સેવા
રાજકોટના લોકોએ આ પવિત્ર કાર્યને હૃદયથી સ્વીકાર્યું છે. છેલ્લા બે વર્ષમાં જ 1,464 આંખોનું દાન થતા 300થી વધુ દર્દીઓએ ફરી પ્રકાશ જોયો છે.
કોઈની આંખોથી વિશ્વ જોવું એટલે મૃત્યુ પછી પણ જીવંત રહી સમાજને પ્રકાશ આપવો.
જી.ટી.શેઠ આંખ હોસ્પિટલ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના વિભાગીય વડા ડૉ. કમલસિંહ ડોડીયા, પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા, ડો. નીતિબેન શેઠ, ડો. ફાલ્ગુની ત્રિવેદી, ડો.ચેતના, ડો. અંજલી પડાયા સહિતના સ્ટાફની જહેમતથી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ ફરી ખીલી છે.
ચાલો, આપણે પણ અંધકારમાં જીવતા કોઈને પ્રકાશ આપી માનવતા જીવંત રાખીએ.
📞 મૃત્યુ બાદ આંખ દાન કરવા માટે પરિવારજનો તરત જ 1919 ટોલફ્રી નંબર પર કોલ કરી શકે છે.
👉 “તમારા મૃત્યુ પછી પણ તમે જીવંત રહી શકો છો… એક આંખનું દાન અનેક જીવનમાં પ્રકાશ પાથરી શકે છે. આજે જ ચક્ષુદાન માટે પ્રતિજ્ઞા લો!”
