હિન્દ ન્યુઝ, રાજકોટ
૧૭ વર્ષથી રાજકોટના એરપોર્ટ રોડ સ્થિત વસુંધરા રેસીડેન્સીમાં ગણેશોત્સવ માત્ર ભક્તિનો જ નહીં, પરંતુ પર્યાવરણપ્રેમ અને સામાજિક સમરસતાનો સંદેશ આપી ઉજવવામાં આવે છે.
આ વર્ષે સાડા-છ ફૂટની માટીની ગણેશજીની મૂર્તિ, પરંપરાગત શણગાર, ફાનસ અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક લોકોના હૃદય જીતી રહી છે.
શોભાયાત્રા અને શણગાર, પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગરની વિસર્જન પરંપરા, અને દરરોજ વૈદિક મંત્રોચ્ચારથી આરતી – આ પંડાલ ભક્તોને એક અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે.
✨ વિશેષતા ✨
✅ વડીલ વય વંદના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોનું સન્માન
✅ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, સત્યનારાયણ કથા, યમુનાષ્ટક, છપ્પન ભોગ
✅ બાળકો માટે રમતો, સંગીત, કરાઓકેના કાર્યક્રમો
✅ દરરોજ સાંજે રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમનો સંદેશ
વસુંધરા સોસાયટીની ગણેશ ઉત્સવ સમિતિનો આ પ્રયાસ માત્ર ગણેશભક્તિ જ નહીં પરંતુ પર્યાવરણનું જતન, વડીલોનું સન્માન અને સમાજમાં એકતાનું પ્રતિક છે.
👉 “આ વર્ષે ચાલો આપણે પણ ગણેશજીને ઈકો-ફ્રેન્ડલી રીતે આવકારી પર્યાવરણ, સંસ્કૃતિ અને માનવતાનું જતન કરીએ.”

