હિન્દ ન્યુઝ, સુરત સુરતના રત્નકલાકારોની કુલ ૪૭,૫૯૯ અરજીઓ અંતર્ગત કુલ ૫૦,૨૪૧ બાળકોને સ્કૂલ ફી પેટે રૂ.૬૫.૫૦ કરોડની સહાય આપવામાં આવશે ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે અને દેશ માટે વિદેશી હુંડિયામણ મેળવવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સુક્ષ્મ એકમો પુનઃસ્થાપિત થઈ શકે તે હેતુ માટે અસરગ્રસ્ત રત્નકલાકારો અને એકમો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
Read MoreDay: September 27, 2025
જામનગર જિલ્લાના ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા બદલ પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન અત્યંત પ્રેરક અને લાગણીસભર પ્રસંગ જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સક્રિય પ્રયાસો અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતા બદલ, પોસ્ટ કાર્ડ લખીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ જોડાયા હતા. ખેડૂતોએ પોસ્ટ કાર્ડમાં લખેલી લાગણીઓ સકારાત્મક…
Read Moreવડાપ્રધાન વરદહસ્તે BSNLની સિલ્વર જ્યુબિલીના અવસરે ઓડિશા ખાતેથી ગુજરાતમાં 4000 સહિત સમગ્ર દેશમાં 92 હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોનું લોકર્પણ
હિન્દ ન્યુઝ, ઓડિશા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે BSNLની સિલ્વર જ્યુબિલીના અવસરે ઓડિશા ખાતેથી ગુજરાતમાં 4000 સહિત સમગ્ર દેશમાં 92 હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોનું લોકર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા અન્ય મહાનુભાવોની સાથે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સમારોહમાં ઉપસ્થિત રહી ટેલિકોમ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને વેગ આપતા આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું. વડાપ્રધાનએ ગ્રામીણ, અંતરિયાળ, છેવાડાના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટીવિટી પહોંચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં એક સીમાચિહ્ન સાબિત થશે. ગુજરાતમાં જે ચાર હજારથી વધુ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે…
Read Moreજામનગર જિલ્લાના ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા બદલ પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન અત્યંત પ્રેરક અને લાગણીસભર પ્રસંગ જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના હોદ્દેદારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સક્રિય પ્રયાસો અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતા બદલ, પોસ્ટ કાર્ડ લખીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ જોડાયા હતા. ખેડૂતોએ પોસ્ટ કાર્ડમાં લખેલી લાગણીઓ સકારાત્મક…
Read Moreકેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અઘ્યક્ષ સ્થાને તથા મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં જામનગર જિલ્લા ખરીદ વેંચાણ સંઘની ૬૩મી વાર્ષિક સભા સંપન્ન
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓની ગરિમામય ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આ સભા મળી હતી, જેમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ ખેડૂતોની કરોડરજ્જુ સમાન છે.સહકારી તંત્રમાં આવક વધારવા આત્મનિર્ભર મંડળી બનાવવી ખૂબ…
Read Moreકૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાવ બેરાજા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના વાવ બેરાજા ગામે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્મિત નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે નવું ગ્રામ પંચાયત ભવન બને તેવી ગ્રામજનોની માંગણીને સરકારે ધ્યાને લઈ આ કામ પૂર્ણ કર્યું છે.ગ્રામજનોની રસ્તા, પીવાના પાણીની સુવિધા વગેરે કામો માટે પણ સરકાર સતત કાર્ય કરી રહી છે.અને ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રતિબદ્ધ છે.સરકાર શિક્ષણ, કૃષિ અને માર્ગો જેવી પાયાની સુવિધાઓ…
Read Moreકચ્છ ખાતે ‘આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)’ ની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – કચ્છ જિલ્લા ની બેઠક જીલ્લા કાર્યાલય ખાતે મળી હતી. તેમાં સાથી સંગઠન રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની ના હોદેદારો હાજર રહ્યા હતા. એએચપી ના ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શશિકાંતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંસ્થાપક અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડિયા ની સુચના અનુસાર સમગ્ર કચ્છ જિલ્લા માં છઠ્ઠા નોરતાં થી દસેરા સુધી માં ગામેગામ અને શહેરી વિસ્તારમાં એક્સો જગ્યાએ બાલિકા – કન્યા પુજન અને દોઢસો જગ્યાએ શસ્ત્ર પૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મીટીંગ માં માર્ગદર્શન…
Read Moreઉમેદપુરા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા રીટાબેન ને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવા માં આવ્યા
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ના ઉમેદપુરા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષિકા રીટાબેન ને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારે ઉમેદપુરાગામ અને એસ એમ સી દ્વારા શાળા માં સન્માન સમારોહ યોજવામાં આવ્યો. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષિકા રીટાબેન પટેલ ને દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લામાં પણ ડીપીઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું ઉમેદપુરા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા રીટાબેન પટેલ બાળકોનું શિક્ષણ…
Read More