જેતપુર નગરપાલિકા દ્વારા “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન” કર્યું

હિન્દન્યુઝ, રાજકોટ      ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જેતપુર નગરપાલિકા દ્વારા “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન” કર્યું હતું. જેતપુર શહેરનો બસસ્ટેન્ડ રોડ, જુનાગઢ રોડ અને કનકિયા પ્લોટ વિસ્તારમાં મોટા પાયે સફાઇકર્મીઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. સફાઈકર્મીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે…

Read More

રાજકોટ ખાતે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે

હિન્દન્યુઝ, રાજકોટ      ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનના અધિક કલેકટર સુ ઇલાબેન ચૌહાણે ગોંડલ નગરપાલિકા કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત યોજાયેલી સફાઈમિત્ર સુરક્ષા શિબિરમાં તમામ સફાઈ કર્મચારીઓની નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન” કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. સફાઈમિત્ર સુરક્ષા શિબિરના લાભાર્થીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન…

Read More

રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ      સાંસદ રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો. રાજકોટની રોજગાર કચેરી દ્વારા ચૌધરી હાઈસ્કુલ સ્થિત એમ.જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં છેલ્લા અઢી વર્ષમાં ૧૭૭થી વધુ રોજગાર મેળાઓમાં ૮૦ હજારથી વધુ ઉમેદવારોને સારા પગાર ધોરણથી નોકરી મળી છે.      આ ભરતી મેળામાં એક્સપોર્ટ સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટ મેનેજર, એચ. આર. મેનેજર, વિડીયો એડિટર, ઈમિટેશન, રિપોર્ટર, કેમેરા જર્નાલીસ્ટ સહિતની ૪૦૦ જગ્યાઓ માટે વિવિધ ૧૬ ખાનગી કંપનીઓ હાજર રહી હતી. જેમાં આશરે…

Read More

રાજકોટમાં બાયોટેકનોલોજીનો નવો અધ્યાય

હિન્દ ન્યુઝ, રાજકોટ      ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ યોજાયો હતો, જેમાં ઉદ્યોગકારો, શિક્ષણવિદો, સંશોધકો અને વૈજ્ઞાનિકો એક મંચ પર આવીને બાયો ટેક ક્ષેત્રના વ્યાપ, અવસરો અને પડકારો અંગે મંથન કર્યું હતું. 🔹 ગુજરાત સરકારની રિજનલ બાયોટેકનોલોજી પોલિસી = “સુવર્ણ અવસર” રાજકોટના ઉદ્યોગકારો માટે 🔹 વિશ્વની બાયો ઇકોનોમી = રૂ. ૩૩૨ લાખ કરોડ 🔹 ભારતની બાયો ઇકોનોમી = રૂ. ૧૩.૭૬ લાખ કરોડ (જીડીપીમાં ૪.૨૫% યોગદાન) 🔹 ગુજરાતની બાયો ઇકોનોમી = રૂ. ૧.૦૭ લાખ કરોડ (દેશમાં ૪ઠ્ઠા ક્રમે) સરકારની સહાય પેકેજ 👉 રૂ. ૧૦૦ કરોડના…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “સહકાર” થકી પ્રગતિ સાથે ખેડૂત અને પશુપાલકો સમૃદ્ધ બન્યાં

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ જિલ્લાનની સહકારી મંડળીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખી આર્થિક સશક્તિકરણની વાત જાહેર કરી.      જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે જોડાયેલા પશુપાલકો આજે પોતાની સફળતા અને સમૃદ્ધિની ક્રેડિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી રહ્યા છે.     વીજુબેન મકવાણાના જણાવ્યા મુજબ, એક ભેંસ અને બે ગાયથી રોજ ૨૦ લિટર દૂધ મળે છે, આ દૂધનો સહકારી મંડળી પાસેથી પૂરતો ભાવ મળવાથી મહિલા પશુપાલકો વધુ સક્રિય બની રહી છે.     જગદીશભાઈ ગાંગાણીએ કહ્યું, “સહકારી ક્ષેત્રે દેશ મજબૂત બની રહ્યો છે. વડાપ્રધાન…

Read More

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના શેખપાટ ગામે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના શેખપાટ ગામે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતામાં જ પ્રભુતા છે તેમ જણાવી ગાંધીજીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાનું બીડું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝડપ્યું છે, જેના ફળસ્વરૂપે દેશમાં ૪૪ કરોડ જેટલા શૌચાલય બનાવ્યા છે અને ગુજરાત ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય બન્યું છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ઘન તથા પ્રવાહી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી અને…

Read More

અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં પદાધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમરેલી     આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં સંસ્થાપક – અધ્યક્ષ એવા હ્રદય સમ્રાટ ડૉ. પ્રવિણભાઈ તોગડિયાજી માર્ગદર્શન હેઠળ આરાધના પર્વ નવરાત્રી તેમજ દશેરા નાં પર્વ સુધી પદાધિકારીઓ દ્વારા ગુજરાતના સમગ્ર જીલ્લા, તાલુકા, ગામડા તેમજ શેરીઓમાં, ઘરમાં શસ્ત્ર પૂજન તેમજ કન્યા પૂજન કરવામાં આવે છે.       તા. 27/9/2025 નાં રોજ અમરેલી શહેર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજોસવની, રાષ્ટ્રીય છાત્ર પરીષદ, રાષ્ટ્રીય કિસાન પરીષદ, ઈન્ડિયા હેલ્થ લાઈન, રાષ્ટ્રીય મજદૂર પરીષદ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પુજનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ.    આ…

Read More

આહવા એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટક અને રેલીનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, આહવા     “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયા ના ભાગરૂપે તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ ડાંગ જિલ્લાના આહવા એસ.ટી ડેપો ખાતે, “સ્વચ્છતા હિ સેવા -૨૦૨૫” અભિયાન અંતર્ગત સાપુતારા નવોદય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિના ભાગરૂપે સુંદર શેરી નાટક, નુક્કડ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મુસાફર જનતાને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.  આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, ડેપો ના કર્મચારીઓ તેમજ આહવા પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે “સ્વચ્છતા રેલી” યોજવામાં આવી હતી. તદુપરાંત જિલ્લાની સ્થાનિક ડાંગી ભાષામાં ગુજ્જર કૉમેડી ગ્રુપના કલાકારો દ્વારા પણ સુંદર કૃતિ રજૂ કરી મુસાફરોને કોમેડી સાથે સ્વચ્છતા નો સંદેશ પાઠવ્યો…

Read More

ઓલપાડના કદરામા અને ભડોલ ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ઓલપાડના      સુરત જિલ્લાના ઓલપાડણા કદરામા અને ભડોલ ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયત બેઝડ ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેનાથી થતાં લાભો વિષે અવગત કરાયા હતા. ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને અપાતાં પ્રોત્સાહન વિષે જણાવી વિવિધ સહાયક યોજનાઓ વિષે માહિતગાર કરાયા હતા. તાલુકા BTM અને કૃષિ સખી દ્વારા ખેડૂતોને ગાય આધારિત ખેતીથી ઓછા ખર્ચે મહત્તમ આવક મેળવવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીન અને પર્યાવરણને થતાં લાભો વિષે પણ જાણકારી આપી હતી. 

Read More

કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે ગરબા મહોત્સવ 2025 યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ  ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે ગુર્જર ભારતી દાહોદ અને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદ સંચાલિત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ કક્ષાના ગરબા મહોત્સવ 2025 યોજવામાં આવ્યો હતો. સંસ્થા સંચાલિત શાળા અને કોલેજની વિવિધ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દરેક ગરબાની કૃતિને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.   આ પ્રસંગે ગોપાલભાઈ ધાનકા, અતિથિ વિશેષ પ.પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, મંડળના સભ્ય, સરપંચ અને આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More