રાજકોટ ખાતે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે

હિન્દન્યુઝ, રાજકોટ

     ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનના અધિક કલેકટર સુ ઇલાબેન ચૌહાણે ગોંડલ નગરપાલિકા કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત યોજાયેલી સફાઈમિત્ર સુરક્ષા શિબિરમાં તમામ સફાઈ કર્મચારીઓની નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન” કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

સફાઈમિત્ર સુરક્ષા શિબિરના લાભાર્થીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. અધિક કલેકટર સુ ઇલાબેન ચૌહાણે નગરપાલિકા કચેરીના નવા બિલ્ડીંગ અને શહેર સ્વચ્છતાની કામગીરીની ચકાસણી કરી હતી.

Related posts

Leave a Comment