ઓલપાડના કદરામા અને ભડોલ ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ઓલપાડના 

    સુરત જિલ્લાના ઓલપાડણા કદરામા અને ભડોલ ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયત બેઝડ ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેનાથી થતાં લાભો વિષે અવગત કરાયા હતા. ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને અપાતાં પ્રોત્સાહન વિષે જણાવી વિવિધ સહાયક યોજનાઓ વિષે માહિતગાર કરાયા હતા. તાલુકા BTM અને કૃષિ સખી દ્વારા ખેડૂતોને ગાય આધારિત ખેતીથી ઓછા ખર્ચે મહત્તમ આવક મેળવવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીન અને પર્યાવરણને થતાં લાભો વિષે પણ જાણકારી આપી હતી. 

Related posts

Leave a Comment