ગીર સોમનાથના છારા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

   ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના છારા ખાતેના કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના,પધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. તેમજ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ સાથે સ્કુલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યો હતા અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સભ્ય હરિભાઈ જાદવ, તલુકા પંચાયત કોડીનારના ઉપપ્રમુખ વિશાલભાઈ ગાધે, પૂર્વ કારોબારી ચેરમેન દીપુભાઈ બારડ તથા ગ્રામ પંચાયત છારા ના સરપંચ અને સભ્યઓ સહિતના મહાનુભાવોએ અને સ્કુલના બાળકો શિક્ષકો સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment