હિન્દ ન્યુઝ, કચ્છ
કચ્છ જિલ્લામાં 2011 ની બેચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી સુજલકુમાર મયાત્રાએ આજરોજ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાંસાવડ ગામના વતની એવા સુજલકુમાર મયાત્રાએ ૨૫ વર્ષની યુવા ઉંમરે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા હતા. ૨૦૧૧ ની બેચના આ ગુજરાતી અધિકારીએ અત્યાર સુધીમાં અમરેલીમાં રાજુલાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુકયા છે તેમજ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહોદ ખાતે ફરજ બજાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનિય સેવાઓ આપી છે. કલેકટર મયાત્રા નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ થયા છે તેમજ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ ( NIPER ) પંજાબથી એમ.ફાર્મ કરેલ છે.સુજલકુમાર મયાત્રાએ કચ્છ જિલ્લાના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત સર્વાગી વિકાસ કરવાની નેમ વ્યકત કરી હતી.
રિપોર્ટર : કિરણભાઈ મહેશ્વરી, કચ્છ