દિયોદર ના ધરમપુરા (લુદ્રા )ખાતે વેકસીન આપવા માં આવી

હિન્દ ન્યુઝ, દિયોદર 

      દેશ અને વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તયારે કોરોના થી બચવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવા માં આવ્યું છે. લોકો વધુ માં વધુ વેકસીન લે અને કોરો ના થી બચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 18 થી 44 વર્ષ ના લોકો ને વેકસીન આપવા માં આવી રહી છે. આજ રોજ દિયોદર ના ધરમપુરા (લુદ્રા) ખાતે રવેલ પી એચ સી ના નેજા હેઠળ સાબલા સબ સેન્ટર ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકો ને વેકસીન આપવા નું આયોજન ધરમપુરા(લુદ્રા) પ્રાથમિક શાળા ખાતે કરવા માં આવ્યું હતું. જેમાં 18 થી 44 વર્ષ ની વ્યના લોકોએ 90 થી વધુ લોકોએ વેકસીન લીધી હતી. આ પ્રસંગે આરોગ્ય કર્મચારી પ્રહલાદભાઈ જોશી પૂજાબેન જીજ્ઞેશભાઈ જોશી અફઝલભાઈ સહિત કર્મચારીઓએ લોકો ને વધુ માં વધુ વેકસીન લેવા અપીલ કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment