હિન્દ ન્યુઝ, દાહોદ
ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે ગુર્જર ભારતી દાહોદ અને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદ સંચાલિત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ કક્ષાના ગરબા મહોત્સવ 2025 યોજવામાં આવ્યો હતો.
સંસ્થા સંચાલિત શાળા અને કોલેજની વિવિધ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દરેક ગરબાની કૃતિને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગોપાલભાઈ ધાનકા, અતિથિ વિશેષ પ.પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, મંડળના સભ્ય, સરપંચ અને આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.


