રાજકોટમાં બાયોટેકનોલોજીનો નવો અધ્યાય

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ યોજાયો હતો, જેમાં ઉદ્યોગકારો, શિક્ષણવિદો, સંશોધકો અને વૈજ્ઞાનિકો એક મંચ પર આવીને બાયો ટેક ક્ષેત્રના વ્યાપ, અવસરો અને પડકારો અંગે મંથન કર્યું હતું.

🔹 ગુજરાત સરકારની રિજનલ બાયોટેકનોલોજી પોલિસી = “સુવર્ણ અવસર” રાજકોટના ઉદ્યોગકારો માટે

🔹 વિશ્વની બાયો ઇકોનોમી = રૂ. ૩૩૨ લાખ કરોડ

🔹 ભારતની બાયો ઇકોનોમી = રૂ. ૧૩.૭૬ લાખ કરોડ (જીડીપીમાં ૪.૨૫% યોગદાન)

🔹 ગુજરાતની બાયો ઇકોનોમી = રૂ. ૧.૦૭ લાખ કરોડ (દેશમાં ૪ઠ્ઠા ક્રમે)

સરકારની સહાય પેકેજ

👉 રૂ. ૧૦૦ કરોડના રોકાણ સામે ૫ વર્ષમાં રૂ. ૮૫ કરોડ સુધીની સહાય

✅ કેપિટલ સબસિડી – ૨૫% (રૂ. ૨૫ કરોડ)

✅ વ્યાજ સબસિડી – ૭% (રૂ. ૩૫ કરોડ)

✅ ઓપરેશનલ સબસિડી – ૧૫% (રૂ. ૨૫ કરોડ)

✅ વીજળી ડ્યુટી, EPF અને EGI માં કોઈ ટોચ મર્યાદા નહીં

     સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટના ઉદ્યોગકારોને બાયો ટેક ક્ષેત્રમાં આગળ આવી રોજગારી સર્જન અને દેશના જીડીપીમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.

   ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને બાયોટેકનોલોજી પોલિસીનો લાભ લઈ દેશ અને રાજ્યના વિકાસમાં જોડાવાનું આહવાન કર્યું હતું.

🚀 બાયો ટેકનોલોજી ક્ષેત્ર માત્ર રોજગારીની નવી તકો જ નહીં, પણ વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને સાકાર કરવાની ચાવી છે.

Related posts

Leave a Comment