હિન્દ ન્યુઝ, અમરેલી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં સંસ્થાપક – અધ્યક્ષ એવા હ્રદય સમ્રાટ ડૉ. પ્રવિણભાઈ તોગડિયાજી માર્ગદર્શન હેઠળ આરાધના પર્વ નવરાત્રી તેમજ દશેરા નાં પર્વ સુધી પદાધિકારીઓ દ્વારા ગુજરાતના સમગ્ર જીલ્લા, તાલુકા, ગામડા તેમજ શેરીઓમાં, ઘરમાં શસ્ત્ર પૂજન તેમજ કન્યા પૂજન કરવામાં આવે છે.
તા. 27/9/2025 નાં રોજ અમરેલી શહેર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજોસવની, રાષ્ટ્રીય છાત્ર પરીષદ, રાષ્ટ્રીય કિસાન પરીષદ, ઈન્ડિયા હેલ્થ લાઈન, રાષ્ટ્રીય મજદૂર પરીષદ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પુજનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ.

આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અગ્રણી શ્રી રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ શ્રી ગજેરાભાઈ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી શ્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત ઇન્ડિયન હેલ્થ લાઈન પ્રમુખ શ્રી દેસાણીભાઈ, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય મજદૂર પરીષદ નાં શ્રી સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી શ્રી મજબૂતભાઈ બસીયા, પ્રાંત ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ રૈયાણી, વિભાગ અધ્યક્ષ શ્રી દડુભાઈ ખાચર, અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી જીલુભાઈ વાળા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી શ્રી મહેશભાઈ સોલંકી, શ્રી જીજ્ઞેશભાઈ કયાડા, રાષ્ટ્રીય બજરંગદળ શ્રી દિલીપભાઈ બામટા, રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પોપટ, શ્રી મીલનભાઇ સોની, શ્રી વિપુલભાઈ ગજેરા, શ્રી બાલમુકુન્દભાઈ, શ્રી રણજીભાઇ ડાબસરા, શ્રી નિલેશભાઈ સોલંકી એસટી કર્મચારી પ્રમુખ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



