હિન્દ ન્યુઝ, ઉમરગામ ઉમરગામ તાલુકાના કાલઈ અને મરોલી ગામ ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છોત્સવ થીમ અંતર્ગત વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન દુમાડા, કારોબારી અધ્યક્ષ, મહામંત્રી, સભ્યઓ, આંગણવાડી વર્કર, સરપંચ, ઉપસરપંચ, તલાટી, ગ્રામજનો તેમજ SBMના કર્મચારીઓ હાજર રહ્યા હતા. “એક દિવસ એક કલાક એક સાથે” નાં સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામુહિક સાફસફાઈ, સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ, સ્વચ્છતા શપથ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
Read MoreDay: September 25, 2025
બારડોલી ખાતે જાહેર સ્થળોની સ્વચ્છતા સાથે મેડિકલ કેમ્પ યોજાયો
‘એક દિવસ, એક કલાક, એક સાથે’ સ્વચ્છતા કાર્યક્રમ હિન્દ ન્યુઝ, બારડોલી ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ બારડોલી નગરપાલિકા દ્વારા રોડ સસ્તા, માર્કેટ વિસ્તાર સહિતના જાહેર સ્થળોની સાફ-સફાઈ કરી સ્વછતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ નગરજનો માટે આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો.
Read Moreઅમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને માં જગદંબાની આરતી ઉતારી સૌ આઇપીએસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી. આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
Read Moreગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અરજદારોની રજૂઆતો-પ્રશ્નોને સાંભળ્યા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્ય સ્વાગત નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેમના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંવેદનાપૂર્વક અરજદારોની રજૂઆતો-પ્રશ્નોને સાંભળ્યા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું. કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી. તેમની વેદનાભરી રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીએ માનવીય સંવેદનાનું…
Read Moreઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
હિન્દ ન્યુઝ, ઝાલોદ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના સંદર્ભમાં ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૮૨ થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય કેમ્પમાં આરોગ્ય લક્ષી મુદ્દાઓ પર અપાઈ સમજ 1. 2 બાળકો વાળા લાભાર્થીઓને કુટુંબ નિયોજન ઓપરેશન માટે સમજણ પુરી પાડી 2. કેમ્પમાં આવેલ સાસુ વહુ ને કુટુંબ નિયોજન પધ્ધતિ માટે ની વિવિધ પદ્ધતિ વિષે માહિતી પુરી પાડી. 3. 30+ દરેક લાભાર્થીઓનુ NCD screening કરવામાં આવ્યું. 4. TB તથા Leprosy વિશે માહિતી પુરી પાડવામાં આવી.…
Read More‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’- શ્રમદાન
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપી મનપા દ્વારા છીરી ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો છીરીના વલ્લભનગર હેડવર્ક્સ માટે રૂ. ૩.૮૬ કરોડના ખર્ચે ૨૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બિસ્માર રસ્તાના રીસર્ફેસિંગના કામો ડિસેમ્બર સુધીમાં અને બીજા નવા રસ્તાના કામો એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશેઃ મંત્રી કનુભાઈ દેસાઈ કોન્ટ્રાક્ટરોને ત્રણ વર્ષની જવાબદારી આપી છે, ત્રણ વર્ષમાં જ્યાં પણ ખાડો પડે એને તરત જ પૂરવાની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશેઃ મંત્રી કનુભાઈ દેસાઈ આગામી એક વર્ષમાં વાપીનો એવો વિકાસ થશે કે, વાપી સંપૂર્ણ બદલાઈ જશે…
Read Moreદાહોદમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “રેડ રન મેરેથોન 2025″નું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ શહેરની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને NSS, NCC તથા IQAC ના સંયુક્ત ઉપક્રમે, ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ક્ષય તથા એચઆઈવી અધિકારી ડો. આર.ડી. પહાડીયાના દિશાસૂચન હેઠળ “રેડ રન મેરેથોન 2025” નું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પહાડીયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. દાહોદ શહેરમાં યોજાયેલી આ મેરેથોનમાં મોટા ઉત્સાહ સાથે 109 યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ…
Read Moreવિદ્યાર્થીનીએ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં ઓખા મઢીનું નામ રોશન કર્યું
હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા જીવિકા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો) તથા જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજનો હેઠળ જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ઠેકળ શ્રી ઓખા મઢી નેશ પ્રાથમિક શાળાની ધોરણ- 5 ની વિદ્યાર્થિની કુ. કિંજલ મેશુરભાઈ ગઢવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થિનીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે વાસ્મોના અધિકારીઓએ જણાવ્યું કે બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી એ અભિયાનનું મુખ્ય ધ્યેય છે. …
Read Moreસુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સ્થૂળતા (ઓબેસિટી) અને યોગ્ય પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સાયકલ રેલીનું આયોજન
મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન હિન્દ ન્યુઝ, ભાવનગર પોષણ માસની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સ્થૂળતા (ઓબેસિટી) અને યોગ્ય પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું! આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આજના ઝડપી જીવનમાં વધી રહેલી સ્થૂળતાની સમસ્યા અને તેનાથી થતા સ્વાસ્થ્ય જોખમો વિશે માહિતગાર કરવાનો હતો. આંગણવાડીના બહેનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને લોકોને સંતુલિત આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિનું મહત્વ સમજાવ્યું.
Read Moreઅમદાવાદના ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ ઝુંબેશમાં સહભાગી થતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ ઝુંબેશમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું તેમજ સ્વચ્છતાને નૈતિક જવાબદારી સમજી ‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત’નું નિર્માણ કરવા સૌ નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા તેમજ સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યું હતું.
Read More