મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન
હિન્દ ન્યુઝ, ભાવનગર
પોષણ માસની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સ્થૂળતા (ઓબેસિટી) અને યોગ્ય પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું!
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આજના ઝડપી જીવનમાં વધી રહેલી સ્થૂળતાની સમસ્યા અને તેનાથી થતા સ્વાસ્થ્ય જોખમો વિશે માહિતગાર કરવાનો હતો.
આંગણવાડીના બહેનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને લોકોને સંતુલિત આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિનું મહત્વ સમજાવ્યું.
