અમદાવાદના ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ ઝુંબેશમાં સહભાગી થતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ ઝુંબેશમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું તેમજ સ્વચ્છતાને નૈતિક જવાબદારી સમજી ‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત’નું નિર્માણ કરવા સૌ નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી.

મુખ્યમંત્રીએ આ અવસરે રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા તેમજ સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

Related posts

Leave a Comment