હિન્દ ન્યુઝ, વલસાડ
રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ ની થીમ સાથે તા. 13થી 15 નવેમ્બરે વલસાડ જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિમાં સમય અનુરૂપ નવતર મોડ આપવા 2003થી શરૂ કરાવેલી ચિંતન શિબિરની આ વર્ષે 12મી કડી મુખ્યમંત્રીના દિશા-દર્શનમાં યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ચિંતન શિબિરના આયોજનને ઓપ અપાયો.
ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ સહિતના વિવિધ વિષયો આવરી લેવાશે.
