હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના વાવ બેરાજા ગામે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્મિત નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે નવું ગ્રામ પંચાયત ભવન બને તેવી ગ્રામજનોની માંગણીને સરકારે ધ્યાને લઈ આ કામ પૂર્ણ કર્યું છે.ગ્રામજનોની રસ્તા, પીવાના પાણીની સુવિધા વગેરે કામો માટે પણ સરકાર સતત કાર્ય કરી રહી છે.અને ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રતિબદ્ધ છે.સરકાર શિક્ષણ, કૃષિ અને માર્ગો જેવી પાયાની સુવિધાઓ સુધારવા માટે પૂરતી ગ્રાન્ટ ફાળવી રહી છે. આ ઉપરાંત, ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે ખાતર, સિંચાઈ વગેરે જેવી સુવિધાઓમાં મદદરૂપ થઇ તેમજ ટેકાના ભાવે જણસની ખરીદી કરી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે.
આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તેમજ અગ્રણીઓ સર્વ કુમારપાલસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ભટ્ટી, સરપંચ નટુભા જાડેજા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
