રાધનપુર ના વેપારી એ નગરપાલિકા ના ભ્રષ્ટ વહીવટ સામે વિરોધ દર્શાવ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર

 રાજગઢી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત પાણી પુરવઠા ની ગટરના કારણે રાધનપુર ના વેપારી પરેશાન

પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે રાજગઢી વિસ્તાર માં નગર પાલિકા સંચાલિત પાણી પુરવઠા ની ગટર ના કારણે રાધનપુર ના વેપારીઓ પરેશાન,રાધનપુર ના વેપારીઓ એ નગરપાલિકા ના ભ્રષ્ટ વહીવટ સામે વિરોધ દર્શાવ્યો હતો.ખુલી ગટર અને ગંદકી થી રાધનપુર ના વેપારીઓ ના ધંધા ઠપ વેપારીઓ બની રહ્યા છે બેકાર. રાધનપુર ના વેપારી કોંગ્રેસના વહીવટ થી ત્રાહિમામ નગર પાલિકા માં અવાર નવાર ગટરો ના પ્રશ્ન ની ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.આવા રાજકારણ થી રાધનપુર નગરજનો થઈ પરેશાન થઈ રહ્યા છે.

પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આવેલ કોંગ્રેસ શાષિત નગરપાલિકામાં કોંગ્રેસના 16 ને ભાજપના 12 સદસ્યો ચૂંટાયેલા હોય તેમની રાજકારણના કારણે રાધનપુર ની જનતા પરેશાન થઈ રહી છે. કોંગ્રેસ શાસિત નગરપાલિકા હોવાના કારણે કોંગ્રેસનું ખરાબ દેખાય તેને લઈને ભાજપ સરકાર ચીફ ઓફિસર ના આપતી હોય તેને લઈને વહીવટ ખોળવાયો. લોકો ભાજપ અને કોંગ્રેસના વહીવટથી તાહિમામ પોકારી ઊઠયા છે લોકો હવે ભાજપ અને કોંગ્રેસને જાકારો આપી ત્રીજા નેતૃત્વ અને પસંદ કરે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે. રાધનપુર નગરના વેપારીઓ ગટર રોડ રસ્તા થી પરેશાન આનો સીધો લાભ આમ આદમી પાર્ટીને મળી શકે છે તેવું રાધનપુર વિસ્તાર ના લોકો માં જોવા મળી રહ્યું છે

 રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર 

Related posts

Leave a Comment