નડિયાદ-પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરી, નડિયાદ (ખેડા) ખાતે ઓનલાઇન રી ઓકશન શરૂ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, નડિયાદ

  તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, નડિયાદ આરટીઓ કચેરીમાં ટુ વ્‍હીલર, ફોર વ્‍હીલર (નોનો ટ્રાન્‍સપોર્ટ) તેમજ થ્રી વ્‍હીલર (ટ્રાન્‍સ્‍પોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન ટુ વ્‍હીલર જી.જે.૦૭ ઇ.ઇ., ફોર વ્‍હીલર જી.જે.૦૭ ડી.ડી. તથા થ્રી વ્‍હીલર જી.જે.૦૭ ટી.વી. તા.૧૫-૦૪-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઇ પસંદગી નંબર મેળવવા ઇચ્‍છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્‍ટ્રેશન કરી online http:parivahan.gov.in/fancy પર online રજીસ્‍ટ્રેશન કરી રી ઓકશનમાં ભાગ લઇ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેની નોંધ લેવા જણાવવામાં આવ્‍યું છે. અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્‍યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઇ.ડી.બનાવવું. આઇ.ડી. બનાવ્‍ય બાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઇન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્‍યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ.માંથી એપ્રૂઅલ લઇ નંબર લઇ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. ટુ વ્‍હીલર સીરિઝ GJ07-EE નું ઓનલાઇન રી-ઓકશન થશે. ફોર વ્‍હીલર સીરિઝ GJ07- DD નું ઓનલાઇન રી ઓકશન થશે. થ્રી વ્‍હીલર સીરિઝ GJ07-TV નું ઓનલાઇન રી ઓકશન થશે. નવી સીરિઝના ગોલ્‍ડન, સીલ્‍વર કે અન્‍ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૫-૦૪-૨૦૨૧ થી તા.૧૯-૦૪-૨૦૨૧ સુધી ઓનલાઇન એપ્‍લીકેશન કરવાની રહેશે. તેમજ તા.૨૦-૦૪-૨૦૨૧ થી તા.૨૧-૦૪-૨૦૨૧ ના સાંજના ૦૬/૧૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણથશે. તા.૨૨-૦૪-૨૦૨૧ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્‍ટ્રેશન કરાવેલું હોવું જરુરી છે. વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઇન કરેલ હોવું ફરજીયાત છે સમય મર્યાદા બહારની અરજી માન્‍ય ગણાવામાં આવશે નહિ તેમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment