ભાભર,
ભાભરમાં ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ભાભર બજાર અને રસ્તા માં ઘુંટણ સમાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવતા રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બજાર ની દુકાન માં પાણી અને નીચાણવાળા ઘરમાં પાણી ભરાતા લોકો ની હાલત કફોડી બની ગઈ હતી શાકભાજી ની રેકડી ફળ ફૂલ ના વેપાર ધંધા સ્થળે ફરી વળતાં નુકસાન થયું હતું. સતત વરસાદ ના કારણે એક મકાન ની દીવાલ પડતા પરિવાર નો આબાદ બચાવ થયો હતો. ભાભર પાલિકાના કરોડોના ખર્ચે બનેલા પ્રિમોન્સૂલ પલાન નિષ્ફળ નિવડયો છે. વરસાદી પાણી એ શહેર ને બેટ માં ફેરવતા આખરે ભાભર તંત્રએ તાત્કાલિક ચાલુ વરસાદમાં સાફ સફાઈ અને બ્લોક ગટરો ખોલવાની કામગીરી હાથ ધરી હતી.
રિપોર્ટર : બાબુભાઈ ચૌધરી, ભાભર