દાહોદ,
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં દાહોદ માં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાહોદ જિલ્લા માં ફતેપુરા માં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના થી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે. જ્યારે સંજેલી માં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઝાલોદ માં પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાયા ની સમસ્યા સામે આવી છે. દાહોદ માં નદી બે કાંઠે વહી રહી છે. મુખ્ય વાત એ છે કે એક સાથે આટલો બધો વરસાદ વરસતા ખેડૂત મિત્રો માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે. તેમનું કહેવું છે કે જો આવોજ વરસાદ હજુ ચાલુ રહ્યો તો પાક ને નુકસાન થવાની ભીતિ છે.
રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, સુરત