દિયોદર,
કોરોના ની મહામારી વચ્ચે સરકાર ની ગાઈડ લાઈન મુજબ ઉજવાતા મેળા ઉત્સવો પર હાલ બંધ રાખવા મા આવ્યા છે ત્યારે હાલ ચાલતા ગણપતિ મહોત્સવ દરમિયાન દિયોદર ખાતે દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા ભારે ઉલ્લાસ અને વરધોડા સાથે ઉજવાતા ઉત્સવ સાદગી પૂર્વક યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વર્ષે કોરોના ની મહા મારી ને લીધે ભાવિ ભક્તોમાં સોસિંયલ ડિસ્ટન્સ રાખી ગણપતિ દાદાની મૂર્તિ ની પૂજા કરવામાં આવી હતી.
આ વર્ષે કોરોના ની મહા મારી અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ ભારે ઉત્સવ કે વરધોડા સાથે નહીં પણ સાદગી પૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ અને ભાવિ ભક્તો દ્વારા આજે સોસિંયલ ડિસ્ટન્સ રાખી, માસ્ક પહેરી ગણપતિ દાદાની મૂર્તિ ની સ્થાપના અને પૂજા અર્ચના કરી આરતી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગત રોજ સવારે દિયોદર ગણપતિ બાપા ના મંદિરે દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા સોસિંયલ ડિસ્ટન્સ રાખી ગણપતિ ઉત્સવની નાની મૂર્તિ રાખી પૂજા, અર્ચના આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગજાનંદ યુવક મંડળના પ્રમુખ અનુપજી ઠાકોર , યોગેશભાઈ હાલાણી, ભાસ્કરભાઈ રાવલ, શાસ્ત્રી રમેશભાઈ ત્રિવેદી ,તુષારભાઈ ત્રિવેદી, જયેશભાઈ સહાયતા, રાજુભાઈ ચૌહાણ, હંસવનભાઈ ગોસ્વામી, પ્રતીકભાઈ પઢીયાર, ભાવેશભાઈ અખાણી, મહેન્દ્રભાઈ ખત્રી, સહિત મંડળના સભ્યો
અને બહેનો દ્વારા મૂર્તિ ની સ્થાપના, હોમ, હવન અને આરતી કરી સાદગી પૂર્વક ઉત્સવ મનાવ્યો હતો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર