અંબાજી મંદિર અને ગબ્બર પર્વત ૨-સપ્ટેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે રહેશે બંધ ૩-સપ્ટેમ્બરથી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિરના અને ગબ્બર પર્વતના દ્વાર ખુલશે

અંબાજી, હિન્દ ન્યૂઝ

દર વર્ષે યોજાતો ભાદરવી પુનમનો મહામેળો આ વખતે કોરોના વાયરસ ના કારણે નહીં યોજાય અને સરકાર દ્વારા આ મેળાને રદ કરાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ અંબાજી મંદિર અને ગબ્બર પર્વત ને આ મેળા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે નિર્ણય ની અંદર ૨૪-ઓગસ્ટથી ૪- સપ્ટેમ્બર સુધી એટલેકે ૧૨-દિવસ અંબાજી મંદિર બંધ રાખવા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા નિર્ણય લેવાયો હતો પણ ભાદરવી પુનમનો મહામેળો એ ૨૭-ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર એટલે કે ૭-દિવસ સુધીનો જ હોય છે. ત્યારે પગપાળા આવતા સંઘ અને યાત્રાળુઓની લાગણી ને ધ્યાને રાખી ૨૬-તારીખના રોજ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને ૨-સપ્ટેમ્બર સુધી જ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને ૩-સપ્ટેમ્બરથી યાત્રાધામ અંબાજી ના મંદિરના અને ગબ્બર પર્વત નાં દ્વાર યાત્રિકો માટે ખુલ્લા મુકવામાં આવશે અને સરકારી ગાઈડલાઇન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી ને માં અંબે ના દર્શન યાત્રિકો 3- સપ્ટેમ્બર થી કરી શકશે તેવી માહિતી જિલ્લા કલેક્ટરે દ્વારા જાહેરનામું બહાર પાડી અને આપી હતી.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment