સુત્રાપાડા નગરપાલિકા દ્વારા નવ નિર્મિત કૉમ્યુનિટી હૉલ નું લોકાર્પણ કરતાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ

સુત્રાપાડા

         સુત્રાપાડા નગરપાલિકા દ્વારા લોક વિકાસ ના કાર્યો સતત અને સતત સુત્રાપાડા શહેરમાં થતાં રહે છે. જે વિકાસ યાત્રા આગળ ધપાવતા સુત્રાપાડા માં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા કૉમ્યુનિટી હૉલનું નવનિર્માણ કરવામાં આવેલ જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા સુત્રાપાડા મુકામે કરવામાં આવેલ છે. સુત્રાપાડા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ અતિ આધુનિક કૉમ્યુનિટી હૉલ નું નિર્માણ થવાથી સુત્રાપાડાના લોકોને સામાજિક પ્રસંગોમાં ઘણું ઉપયોગી થસે. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે, નગરપાલિકા દ્વારા સુત્રાપાડા માં વિકાસ ના કાર્યો સતત અને સતત થતાં રહેલ છે.

          હાલ માં જ રૂ. 3 (ત્રણ) કરોડ ના ખર્ચે તૈયાર થયેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું સુત્રાપાડા મુકામે લોકાર્પણ કરેલ. આ અગાઉ સુત્રાપાડા માં એરિયા વાઇઝ કોમ્યુનિટિવ હૉલ બનાવવામાં આવેલ છે. અને હજુ પણ બીજા નિર્માણધીન છે. ઉપરાંત સીમમાં નગરપાલિકા દ્વારા ગુજરાત માં ક્યાય ના હોય તેવા સિમ અને વાડી વિસ્તારમાં રોડ, રસ્તા અને શહેરમાં ગટર લાઇન તેમજ ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં આવેલ છે. સુત્રાપાડા દરિયા કિનારે નમૂનારૂપ ભવ્ય ચોપાટી અને આધુનિક બાલ ક્રીડાગણ બનાવવામાં આવેલ છે. શિક્ષણ માટેનું હબ અને બીજું વિધ્યાનગર ગણાતા સુત્રાપાડા મુકામે આજે તમામ ઉચ્ચતર અભ્યાસકર્મો અને માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમો શીખવવામાં આવે છે.

           સુત્રાપાડા નગરપાલિકા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટિવ હૉલ ના લોકાર્પણ પ્રસંગે સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અને સુત્રાપાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ બારડ તેમજ સુત્રાપાડા શહેરના તમામ આગેવાનો હજાર રહેલ હતા. જેમાં વજુભાઈ મોરિ, બાબુભાઇ ડોડીયા, અશ્વિનભાઈ બારડ, જેસિંગભાઈ બારડ, કાળાભાઈ બારડ, દલુભાઈ મોરિ, ભૂપતભાઇ ઝાલા, કાનાભાઈ વસ્તાભાઇ બારડ વગેરે આગેવાનો ઉપરાંત સુત્રાપાડા નગરપાલિકા ના તમામ સભ્યો તેમજ અન્ય લોકો હાજર રહેલ હતા અને સુત્રાપાડા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસશીલ કાર્યો માટે ખુશી ને લાગણી વ્યક્ત કરેલ હતી.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment