વિરમગામ,
વિરમગામ મા મેઘરાજાની મહેર અને નગરપાલિકાનો કહેર વિરમગામ શહેર સહિત પંથકમાં સવારે છ વાગ્યાથી સતત વરસાદ છેલ્લા છ વાગ્યાથી ચાર વાગ્યા સુધી 4.5 વરસાદ નોંધાયો છે. વિરમગામ શહેર ના ભરવાડી દરવાજા નૂરી સોસાયટી રૈયાપુર દરવાજા જૂનીમિલની ચાલી ગોલવાડી દરવાજા વિરમગામ માંડલ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા. વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રિમોન્સુન ની અપૂરતી કામગીરી ને લઇને વીરમગામના રહીશોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરમગામ શહેરમાં હાલ કોરોનાની મહામારી ચાલતી હોવા છતાં ઠેર-ઠેર ગંદા પાણી અને ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે.
રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ