ભાવનગર જિલ્લા ખાતે “આઝાદી કા અમૃત્ત મહિત્સવ” અંતર્ગત જિલ્લાકક્ષા સાહસિક પ્રવૃત્તિઓની શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી સંચાલિત ભાવનગર જીલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સહાસિક અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી તથા ભાવનગરના યુવાનોમાં સહાસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપાત કાલીન સમયમાં જિલ્લાના યુવાનોની ભાવનગર જિલ્લાને મદદ મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓની શિબિરનું આયોજન થનાર છે.

આ શિબિરમાં સાહસિક પ્રવૃત્તિઓ જેમાં દોડ, સાઈકલિંગ, ટ્રેકિંગ, જંગલની જાણકારી, રેપલીંગ, પાણીમાં સર્ચિંગ, રેસક્યુ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરેલ છે.

ગુજરાત સરકાર તરફથી ચાલુ વર્ષેથી આ શિબિરનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. આ શિબિરમાં વહેલા તે પહેલા ધોરણે પસંદ કરવામાં આવનાર છે. જેમાં એન.સી.સી., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, બહુમાળી ભવન, ભાવનગર શહેર કચેરીથી ફોર્મ મેળવી અથવા કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી અરજી ફોર્મ મેળવી શકાશે.

અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ પ્રમાણિત કરી તા.૨૫/૧૦/૨૦૨૧ સુધીમાં તેઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, બહુમાળી ભવન, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે.

બ્યુરો ચીફ : હકીમ ઝવેરી, ભાવનગ((.

Related posts

Leave a Comment