રાજકોટ જિલ્લા અપડેટ

હિન્દ ન્યુઝ, રાજકોટ

      ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વસ્થ આહાર અને પોષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, બાળકોએ શપથ લીધા છે કે તેઓ જંક ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, અને વધુ પડતા ખારા, તેલવાળા કે ગળ્યા પદાર્થો ખાશે નહીં. આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોને નાનપણથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દરેક માતા-પિતા અને શિક્ષકો માટે આ એક ખુબ જ સારો સંદેશ છે. તમારા બાળકોને પણ આ અભિયાનમાં જોડો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરો!



રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી જય ગોસ્વામી સહિત રાજકોટ જિલ્લાનાં અનેેક સરકારી કર્મયોગીઓએ રક્તતદાન કેમ્પમાં ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment