દાહોદ જિલ્લા કક્ષા લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ -૨૦૨૫-૨૬ માટે અરજીઓ મંગાવવા બાબત

હિન્દ ન્યુઝ, દાહોદ

    જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ દ્વારા ચાલુ વર્ષે દાહોદ જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને લોકવાદ્ય ના પ્રશિક્ષણ માટેની તાલીમનું આયોજન થનાર છે. જેમાં ફક્ત અનુસુચિત જનજાતિના દાહોદ જીલ્લાના ભાઈઓ-બહેનો કે જેઓની વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૨૯ વર્ષ નું રહેશે તેઓએ ભાગ લેવા માટે સાદા કાગળ ઉપર પોતાની વિગત લખી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ, સરવે ભવન, પ્રથમ માળ, કોંફરસન્સ રૂમ સામે, છાપરી દાહોદ ખાતે તા.૩૦/૦૯/૨૦૨૫ સુધીમા રૂબરૂ અથવા ટપાલથી પોતાની વિગત જમા કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દાહોદ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment