કોચલા ગામે બહુ મોટી સંખ્યા માં ગ્રામજનો દ્વારા શંકરભાઇ ચૌધરી નું સન્માન પણ કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, થરાદ 

થરાદ ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અત્યારે થરાદ તાલુકાના ગામડાના પ્રવાસે આજે થરાદ તાલુકાના કોચલા, રાહ, અરંટવા, ડુવા, કિયાલ, ડેડુવા સહિત ના ગામોમાં મુલાકાત લીધી અને ગામ લોકો સાથે સીધો સંવાદ કરી અને જણાવ્યું હતું કે તેમને ચૂંટણી માં આપેલા વાયદા ઓ તેઓ પૂર્ણ કરશે અને કઈ પણ કામ હોય તો અઢારે આલમ સાથે સતત કાર્યરત રહીશ અને સેવા આપીશ એવું જણાવ્યું હતું અને વધુ માં જણાવ્યું હતું કે તમે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો અને તેના થકી જ હું આજે વિધાનસભા ના અધ્યક્ષ પદ સુધી પહોંચી શક્યો છું ત્યારે શંકરભાઇ ચૌધરી એ તમામ નો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને કોચલા ગામના લોકો દ્વારા પાઘડી અને પેન ચોપડા આપી ને શંકરભાઇ ચૌધરી નું સન્માન પણ કર્યું હતું. 

રિપોર્ટર : પ્રધાનજી ઠાકોર, થરાદ

Related posts

Leave a Comment