ગોધરા ખાતે તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગોધરા 

      જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ, શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા તથા એસ એન્ડ એસ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ગોધરાના સયુંકત ઉપક્રમે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ખાનગી એકમોમાં રોજગારી તથા સ્વ રોજગારીની તક માટે તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં પંચમહાલ, વડોદરા, અમદાવાદ જિલ્લાના કુલ ૦૮ નોકરીદાતા દ્વારા સેલ્સ,ટ્રેની કેન્દ્ર મેનેજર,ફાઈનાન્સ પ્લાનર, ઓફીસ એક્ઝીક્યુટીવ,  ટેલીકોલર, લાઈન ઓપરેટર, મશીન ઓપરેટર, ફીટર, વેલ્ડર જેવી ૨૫૦થી વધુ ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ૨૦૦થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યું પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સાથે બરોડા સ્વ રોજગાર સંસ્થા ગોધરાના પ્રતિનિધિ દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલના કરિયર કાઉન્સેલર રાકેશ સેવક તથા પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંત રાણા દ્વારા અનુંબંધમ પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ, રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન તથા રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ રોજગાર અધિકારી ગોધરાએ એક અખબાર યાદીમાં જણાવ્યું હતુ. 

રિપોર્ટ : ફિરદોસ ગુનિયા, ગોધરા

Related posts

Leave a Comment