છોટાઉદેપુર મત વિસ્તારમાં આજે તા.૫ મે ના રોજ સાંજે ૦૫-૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તથા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પવિત્ર રીતે યોજાય તે માટે ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન પુરું થવા માટે નિયત સમય સાથે પુરા થતાં ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા ઠરાવેલ છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય તે પછી મતદાર વિસ્તાર સિવાયના રાજકીય કાર્યકરોને મતવિસ્તાર છોડી દેવા સૂચવવામાં આવ્યું છે.

જેને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ એક જાહેરનામા દ્વારા મતદાન પુરું થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતાં ૪૮ કલાકના સમયમાં એટલે કે તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના ૦૫-૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર બંધ કરવા તથા પ્રચારનો સમયગાળો પુરો થયા પછી છોટાઉદેપુર મતવિસ્તાર સિવાયના રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરઘસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વગેરેના છોટાઉદેપુર મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા છોટાઉદેપુર જિલ્લા પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સાર્વજનિક સભાખંડો, હોટલ, રેસ્ટોરેન્ટ, વીશી તથા અતિથિ ગૃહોની ઘનિષ્ટ તપાસણી કરવાની રહેશે તથા મતદાર વિસ્તારની હદમાં તપાસ નાકા ઉપર તથા બહારથી આવતા વાહનોની અવર જવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવાની રહેશે.

આ હુકમ તા.૦૫/૦૫/૨૦૨૪ થી તા.૦૭/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ઉલ્લંધન કરનાર વ્યકિત કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment