બીલીમોરા શહેરમાં પોલીસ દ્વારા વ્યાજના કાળા નાગને દાંડવા માટે લોક દરબારો યોજાયો

હિન્દ ન્યુઝ, બીલીમોરા

બીલીમોરા શહેરમાં રાણાપંચની વાડીમાં લોક દરબાર રાખવામાં આવ્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વ્યાજખોરિના જે દૂષણ સમાજની અંદર ચાલી રહ્યું છે એની જાગૃતિ માટે ગુજરાત ભાજપ સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પડાયું છે નવસારી જિલ્લાની પોલીસ દ્વારા હરેક તાલુકામાં વ્યાજખોરિના કાળા નાગને ડામવા માટે જનજાગૃતિ અભિયાન થયું હતું. એની અંદર મુખ્ય મહેમાન તરીકે એસ.ઓ.જી. પી.બી. પટેલિયા, બીલીમોરા શહેરના પી.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ પઢરીયા અને ઢોલાઈ મરીના પોલીસ સ્ટેશન એમ, આર ચાવડા હાજર રહ્યા હતા એમના દ્વારા બીલીમોરા ને જનતાને વ્યાજખોરિના કાળા નાગને ડંવા માટે જાગૃત કરવાનું ઉદબોધન થયું હતું. આ કાર્યક્રમની અંદર બીલીમોરા શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, બીલીમોરા ના માજી નગરસેવક જયદેવભાઈ ડેર, હાલના વિરોધ પક્ષના નેતા મગનભાઈ કોલીયા, પીચી ભાઈ લબાના, આશિષભાઈ પંચાલ, કિરણભાઈ વાઘેલા નગરસેવક ભૂતપૂર્વ નગર સેવક કનૈયાલાલ વર્મા, અખ્તર ભાઈ છાપરીયા, તારો મોહમ્મદભાઈ અને આજુબાજુના ગામના સરપંચઓ અને બીલીમોરા ગામની જનતાઓ ઉપસ્થિત રહી હતી. મહાનુભાવો અને પોલીસ દ્વારા વ્યાજ ખોરી ના કાળા નાગનેકેવી રીતના ડામવું એની એકબીજાની વિચારોને આપ લે કરીને ગ્રામજનોને સમજાવ્યા હતા અને જનજાગૃતિનો અભિયાન નો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો જોવું હોઈ રહ્યું કે બીલીમોરા શહેરમાં હવે પછી વ્યાજખોરિના કાળા નાગને ડામવા માટે પબ્લિક અને પોલીસ દ્વારા શું કાર્યવાહી થાય એ આપણે જોઈ રહી. ગુજરાત ભાજપ સરકાર સારી એવી પહેલ કરી રહી છે કે આર્થિક અને પછાત વર્ગના લોકો જે ફસાઈ રહ્યા છે વ્યાજખોરિના ચક્કરમાં એના માટે સારું એવું પગલું ગુજરાત સરકારે ભર્યું છે જેનો ઉદ્દેશ ગરીબોને કોઇબી જાતની તકલીફ કે હેરાન ગતિ ની થવી જોઈએ એ ઉદ્દેશ્ય આખા ગુજરાત સરકાર રાજ્યમાં ચાલી રહ્યો છે હવે એ જોવું રહ્યું વ્યાજના કાળા નાગને પોલીસ દ્વારા કેવી રીતના ડબ્બામાં આવે એ આપણે જોવું રહ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા બીલીમોરા શહેરના પીએસઆઇ પઢરીયા અને એમનો સ્ટાફ સારી એવી કામગીરી કરી હતી અને સારા એવા ગામના બુદ્ધિ જેવી વર્ગો મહિલા અને પુરુષો હાજર રહ્યા હતા અને આ વ્યાજખોરિના ચક્રને ડામવા માટે પોલીસ ખાતા ને મદદ કરવા માટે આશ્વાસન આપ્યું હતું. અને કાર્યક્રમ પૂરો થયો હતો.

રિપોર્ટર : જયદીપ રાવલ, બીલીમોરા

Related posts

Leave a Comment