હિન્દ ન્યુઝ, જામનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવા ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબા પર રમવાની અપીલ કરી છે.
રાજ્ય સરકારની અપીલને ધ્યાને લઈને હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવમાં જામનગર શહેર-જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર યોજાતા ગરબા આયોજનોમાં ઓપરેશન સિંદુર પર બનેલા ગરબા વગાડવામાં આવે છે. અને ખેલૈયાઓ એ ગરબા પર રમીને માં શક્તિની આરાધના સાથે સૈન્યને પણ સલામી આપે છે. ગઈકાલે પણ જામનગરવાસીઓએ આ ગરબા પર રમીને નવરાત્રીના પર્વને સેનાને સલામ કરવાના અવસરમાં સહભાગી થયા હતા.
