જીવદ્રવ્ય બધી જાતના પાકોના મૂળને ખોરાક તત્વોની પૂરતી કરે છે

પ્રાકૃતિક કૃષિમાં જીવદ્રવ્યની અગત્યતા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશન મોડમાં કામગીરી થઇ રહી છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં જીવદ્રવ્યની અગત્યતા અંગે વિગતવાર જાણકારી મેળવીએ. 

જીવદ્રવ્યમાં સર્જન અને વિંઘટન બન્ને પ્રક્રિયા એક સાથે સંળગ ચાલતી રહે છે. જીવદ્રવ્ય પાકના મૂળને ખોરાક આપતો અગત્યનો સ્ત્રોત જ નથી પરંતુ અસંખ્ય સુક્ષ્મજીવાણુઓના માધ્યમથી ખોરાક આપવા વાળો સ્ત્રોત પણ છે. જીવદ્રવ્યમાં ખોરાક તત્વોને અદલ-બદલ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. જમીનમાં જીવદ્રવ્યની હાજરીથી જમીન બહુ જ નરમ, મુલાયમ, કોમળ, મૃદુ, કણાકાર અને હવાની અવર-જવર કરવા વાળી બને છે જેનાથી જમીનની સારી સંરચના હોવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે અને જમીનના જળ સ્ત્રોતોમાં જમા થઈ જાય છે. ૧ દિવસમાં ૧ કિલો જીવદ્રવ્ય હવાથી ૬ લીટર પાણી શોષી લે છે. હવામાં આખા વર્ષ દરમ્યાન ૩૫ થી ૯૦ ટકા ભેજ હોય છે. જીવદ્રવ્ય જેને હવામાંથી શોષી છોડના મૂળ અને જીવાણુઓ સુધી પહોચાડી દે છે. 

જીવદ્રવ્ય વાતાવરણ અને જમીનમાંથી મોટા પ્રમાણમાં જે ભેજ લે છે અને એ ભેજને પોતાના શરીરમાં સંગ્રહ કરે છે. જીવદ્રવ્યનું શરીર સ્પંજ જેવું હોય છે જે પાણી શોષે છે અને એમનામાંથી થોડું પાણી છોડના મૂળ માટે તથા થોડું પાણી સુક્ષ્મજીવાણુઓના ઊપયોગ માટે કરે છે. 

જીવદ્રવ્ય સુક્ષ્મજીવાણુઓને પોતાના વાત્સ્ય અને મમતાથી અભિભૂત કરી દે છે. જીવદ્રવ્ય માટીના કણોની સાથે પોતાને બાંધીને તેના કણોનાં સ્વરૂપમાં બદલી નાખે છે અને સાથે ચીકણા કણોની ચિકાશ પણ સમાપ્ત કરી દે છે. આ પ્રકીયાથી જીવદ્રવ્ય માટીના કણોને ગોળાકાર, કણાકાર, મુલાયમ અને હવાદાર બનાવે છે. જીવદ્રવ્ય બધી જાતના પાકોના મૂળને ખોરાક તત્વોની પુરતી કરે છે. જીવદ્રવ્ય સુક્ષ્મજીવાણુંઓના વિકાસ માટે જરૂરી ખોરાક, તત્વ અને ઉર્જા આપવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

Related posts

Leave a Comment