સુરતમાં “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ- ૨૦૨૬”નું ભવ્ય સમાપન

હિન્દ ન્યુઝ, સુરત

     કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ યુનિટ અને સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દ્વારા આયોજિત “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ-૨૦૨૬ (સીઝન-૨)”નું ભવ્ય સમાપન થયું હતું. ડુમસ રોડ સ્થિત કરણી માતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં સુરત મહાનગરપાલિકાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.

            CISF ના ૫૭માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૧૦ માર્ચથી શરૂ થયેલી ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ કમિશનર કચેરી, સુરત SMC, એરપોર્ટ ઓથોરિટી (AAI), ઈન્ડિગો એરલાઈન્સ અને કસ્ટમ્સ સહિત કુલ ૧૬ પ્રતિષ્ઠિત ટીમોએ ભાગ લીધો હતો. ૨૦ દિવસ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં કુલ ૩૧ મેચો રમાઈ હતી.

           ફાઈનલ મેચમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ પ્રથમ બેટિંગ કરતા ૧૫ ઓવરમાં ૮૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં સુરત મહાનગરપાલિકા (SMC) ની ટીમે આક્રમક બેટિંગ કરતા માત્ર ૯ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો.

            મેચ બાદ યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં વિજેતા અને રનર્સ-અપ ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

            આ પ્રસંગે સુરત પોલીસ, એરપોર્ટ ઓથોરિટી અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સરકારી વિભાગો અને એજન્સીઓ વચ્ચે પરસ્પર સમન્વય, સહયોગ અને રમતગમતની ભાવનાને મજબૂત કરવાનો હતો

Related posts

Leave a Comment